મોરબી, વાંકાનેરમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા, અમુક જગ્યાએ વીજળી પુરવઠો ઠપ્પ

- text


મોરબી : વરસાદની આગાહીના વચ્ચે આજે દિવસભર ઉકરાટ અને બફારો રહ્યા બાદ રાત્રીના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાત્રીના 11.30 વાગ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે વાંકાનેરમાં ભારે પવનની સાથે વરસાદ પણ શરૂ થયો હતો. જયારે ભારે પવન ફૂંકાવાના કારણે અમુક વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

- text

વાંકાનેરના પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલાના જણાવ્યા મુજબ વાંકાનેરમાં રાત્રીના ભાવે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અને મોટાભાગના વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે મોરબી શહેર અને તાલુકા તેમજ ટંકારા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે મોરબીમાં ભારે પવનના પગલે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

જ્યારે મોરબી પંથકમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પણ શરૂ થયા હતા. અત્યારે વાતાવરણમાં આવેલા પલટૉ અને વરસાદી મહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

- text