હળવદ : પતિના પરસ્ત્રી સાથે સંબંધ મુદ્દે સાસરિયાઓ પરિણીતાને ત્રાસ આપતા હોવાની ફરિયાદ

- text


હાલ અમદાવાદ પિયરે રહેતી પરણીતાની અરજીના આધારે મહિલા પોલીસે પતિ અને સાસુ સામે ગુન્હો નોંધ્યો

હળવદ : હળવદમાં પતિને પરસ્ત્રી સાથે સંબંધો હોવાથી આ સંબંધો તોડી નોખવા પરિણીતાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિ અને સાસુએ પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં હાલ અમદાવાદ પિયરે રહેતી પરણીતાની અરજીના આધારે મહિલા પોલીસે પતિ અને સાસુ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબીના મહીલા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ અમદાવાદ પિયરે રહેતી મૂળ હળવદના સરા રોડ પર આવેલા જુના વાલ્મીકી વિસ્તારની પરિણીતા સોનલબેન જીગરભાઇ ચૈાહાણ (ઉ.વ ૩૦) એ હળવદ ખાતે રહેતા તેના પતિ જીગરભાઇ નગીનભાઇ ચૈાહાણ સાસુ મંજુબેન નગીનભાઇ ચૈાહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી મહિલાના પતિને કોઇ બીજી સ્ત્રી સાથે સબંધો હોય, આ સબંધો નહી રાખવા ફરીયાદી મહિલાએ સમજાવતા પતિ તેમજ સાસુને સારુ નહી લાગતા, જેના કારણે બન્ને આરોપીઓએ ફરીયાદીને આ બાબતે અવારનવાર મેણા-ટોણા મારી મારકુટ કરી શારિરીક-માનસીક દુઃખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે પરિણીતાની આ મામલે અરજી આવ્યા બાદ મહિલા પોલીસે એ અરજીના આધારે પતિ તથા સાસુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text