ઇલેક્શન અપડેટ : મોરબીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે મોરબી એ ડિવિજન અને બી ડિવિજન પોલીસ સ્ટાફ દ્વારા આજે ફ્લૅગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફેલગ માર્ચમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, એ ડિવિજન પીઆઇ જે. એમ. આલ, બી ડિવિજન પીઆઇ કોઢિયા તથા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો અને પોલીસ સ્ટાફ દ્વારા શિસ્તબદ્ધ રીતે શહેરના મુખ્ય વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે પેટા ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે આગામી દિવસોમાં પણ અલગ અલગ વિસ્તારોમાં તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text