ટંકારા : MDની ખાલી જગ્યા અને 3 ડોક્ટરને વધારાનો ચાર્જ સોંપવાથી આરોગ્ય સેવા ખોરવાઈ

- text


સ્થાનિક નબળી નેતાગીરીને કારણે ટંકારા પંથકને પૂરતી આરોગ્ય સવલતો ન મળતી હોવાનો લોકોનો બળાપો

ટંકારા : 45 ગામડા અને લાખથી વધુની વસ્તી ધરાવતા ટંકારા તાલુકાની આરોગ્ય સેવા માંદગીના બિછાને છે, તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. રાત-દિવસ ધમધમતા ટંકારા નગરની આરોગ્ય સેવા માટે ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. જેમા 14 વર્ષથી એક MD ડોક્ટરની જગ્યા ખાલી છે. જેને આજ દિન સુધી ભરવામાં આવી નથી. સાથે સાથે આવી કપરી પરિસ્થિતિ વખતે પણ સ્થાનિક ડોક્ટરને ડેપ્યુટેશન પર અન્ય તાલુકા કે જીલ્લામા મુકતા દર્દીની તાસીરથી વાકેફ ડોક્ટર ન દેખાતા ભારે રોષ ફેલાયો છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના ડોક્ટર પાસે જીલ્લાનો ચાર્જ છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામના ડોક્ટર પાસે ટંકારા તાલુકાનો ચાર્જ છે. હવે બે જ ડોક્ટરથી આખા તાલુકાનુ PHC કેવી રીતે ચાલે? જેથી, દર્દીથી લઈને જરૂરીયાતમંદ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રાજકોટ-મોરબી રોડ પર છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જે ઇજાગ્રસ્તો ટંકારા સિવિલ હોસ્પિટલમાં તો આવે છે પણ ઓર્થોપેડિક ન હોય તેઓને રીતસરની મરણચિસો વચ્ચે રાજકોટ કે મોરબી ખસેડવા પડે છે. બીજી બાજુ ગંભીર બિમારી કે અન્ય બિમારીને મટાડવાની એમ.ડી.ની આશા સાથે દવા લેવા આવતા દર્દીઓ દવાખાનાની બિમારી જેવી હાલત જોઈને જ પોબારા ખાનગીમા ચાલ્યા જાય છે. આવી જ રીતે વર્ષો જુના સાધનોના ઉપયોગને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. હવે પરિસ્થિતિ એવી છે કે એક ડોકટર ઉપર આખા તાલુકાની આશા જીવંત હોય અને એ ડોક્ટર જ્યારે રજા પર હોય ત્યારે લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text