મોરબીના રોટરી ક્લબ દ્વારા હોસ્પિટલોમાં સ્ટીમ મશીન અર્પણ કરાયા

- text


મોરબી : મોરબીના રોટરી ક્લબ દ્વારા કોરોના મહામારીના સંજોગોને ધ્યાનમા લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ ખાતે સ્ટીમ ઇન્હલેર (નાસ લેવા માટેના મશીન)નું વિતરણ કરવામાં આવેલ હતું. તે સમયે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રદીપભાઈ દૂધરેજીયા તેમજ સદભાવના હોસ્પિટલના યોગેશભાઈ પટેલ, બાલુભાઈ આદ્રોજા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ઘુંટુના ડો. જીજ્ઞેશ પંચાસરાને આપવામાં આવેલ હતા. આ તકે મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ Rtn. અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી Rtn. પરમાર રૂપેશ (કવિ જલરૂપ ) તેમજ Rtn હરીશભાઈ શેઠ, Rtn. પિયુષભાઈ પુજારા, Rtn. અમિતભાઈ પટેલ, Rtn. યશવંતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text