મોરબી-માળિયા વિધાનસભા પેટાચૂંટણી : આજે પ્રથમ દિવસે 9 ફોર્મ ઉપડ્યા

- text


મોરબી : મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીનું આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આજથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં 9 લોકોએ ફોર્મ ઉપાડ્યા છે. જો કે આ તમામ ફોર્મ કોઈ પક્ષના ઉમેદવારોએ ન ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી- માળિયા વિધાનસભાની પેટાચૂંટણી આગામી તા. 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જે તા. 16 સુધી ચાલશે. જ્યારે તા. 19 ઓક્ટોબરના રોજ ફોર્મની ચકાસણી થશે. બાદમાં 3 નવેમ્બરના રોજ મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. જેમાં આજરોજ 9 લોકોએ ફોર્મ ઉપાડ્યા હતા. જેમાં વિવેકભાઈ ઉર્ફે બબલુ જયંતિલાલ મીરાણી, જયદિપભાઈ બી. પાંચોટીયા, ચિરાગભાઈ વિનોદભાઈ કંઝારિયા, પંકજભાઈ કાંતિભાઈ રાણસરીયા, વસંતલાલ દામજીભાઈ પરમાર, સોનલબેન પંકજભાઈ રાણસરીયા, વિપુલભાઈ જેરામભાઈ પરમાર, નવીનભાઈ ચતુરભાઈ ધૂમલીયા અને કાસમભાઈ હાજીભાઈ સુમરાનો સમાવેશ થાય છે.

- text

ઉલ્લેખનીય છે કે આજ રોજ ફોર્મ ઉપાડવામાં આવ્યા તે તમામ લોકો કોઈ પક્ષ સાથે જોડાયેલ ન હોય તમામ અપક્ષ છે. બન્ને મુખ્ય પક્ષો દ્વારા હજુ સુધી સતાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત જ કરી નથી. જો કે ભાજપમાંથી બ્રિજેશ મેરજા ફાઇનલ જ હોય તેવું અગાઉ હાઈ કમાન્ડે જાહેર કરી દીધું છે. જ્યારે કોંગ્રેસમાં જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને કિશોરભાઈ ચીખલીયા આ બે નામ ચર્ચાઈ રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text