મોરબીમાં ખૂલ્લી ગટરમાં કાર ખાબકી

- text


વાવડી રોડ ઉપરની ઘટના : સદનસીબે જાન હાની ટળી

મોરબી : મોરબી શહેરમાં વાવડી રોડનું કામ હજુ ચાલુ છે. તેમજ વાવડી રોડ પર આવેલ એક ગટર ખુલ્લી છે. ત્યારે આજે એક કાર ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જો કે કોઈને ઈજા થઈ હોય તેવી માહીતી નથી. ઉલ્લેખનીય છે કે આ ગટરોની આજુબાજુ પસાર થતા લોકો સાવચેતી રાખે તેના માટે કોઈ બોર્ડ કે નિશાન પણ રાખવામાં આવ્યા નથી. જેથી, ગટરની નજીકથી કોઈ અજાણ્યું વ્યક્તિ પસાર થાય છે તો તેને ગટર ખુલ્લી હોવાનો તરત ખ્યાલ ન આવે તો તે અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા રહે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text