MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ઓક્ટોબર વાયદો 394 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે 15,349ના સ્તરે

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ. ૩૯૫ અને ચાંદીમાં રૂ. ૬૨૬નો સાપ્તાહિક ધોરણે ઘટાડો

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં ઉછાળો : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક તેજીનો માહોલ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૫થી ૮ ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યૂચર્સમાં ૨૪,૫૦,૬૮૭ સોદાઓમાં કુલ રૂ.૧,૩૬,૮૭૯.૪૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે ઓપ્શન્સ ઈન ગૂડ્સના ગોલ્ડ-મિની ઓપ્શન્સમાં કુલ રૂ.૪૮.૫૫ કરોડ અને ઓપ્શન્સ ઓન ફ્યૂચર્સમાં રૂ.૨,૦૦૯.૭૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૯૫ અને ચાંદીનો રૂ.૬૨૬ નરમ બંધ થયો હતો, જ્યારે તમામ બિનલોહ ધાતુઓ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં ઉછાળો વાયદાના ભાવમાં રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં તેજીનો માહોલ સપ્તાહ દરમિયાન રહ્યો હતો.

દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૪૦૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૫,૬૨૫ અને નીચામાં ૧૫,૨૩૧ના મથાળે અથડાઈ, ૩૯૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૨૨ પોઈન્ટ (૦.૭૯ ટકા)ના ઘટાડા સાથે ૧૫,૩૪૯ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યૂચર્સમાં ૧૦,૧૧૦ સોદાઓમાં કુલ રૂ.૮૭૮.૭૯ કરોડનાં ૧૧,૪૦૯ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ ૪૬૧ લોટ્સના સ્તરે રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૨૩૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૦,૯૮૨ અને નીચામાં રૂ.૪૯,૮૮૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૩૯૫ (૦.૭૮ ટકા) ઘટી રૂ.૫૦,૧૭૫ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૭૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૬૯ (૦.૯૦ ટકા)ની નરમાઈ સાથે રૂ.૪૦,૪૨૨ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૧૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૪ (૦.૮૬ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૦૮૫ના ભાવ થયા હતા.

સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૩૧૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૦૫૮ અને નીચામાં રૂ.૪૯,૯૧૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪૨૦ (૦.૮૩ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૫૦,૨૩૯ના ભાવ થયા હતા. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૦,૭૩૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૨,૩૬૫ અને નીચામાં રૂ.૫૯,૩૩૮ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૬૨૬ (૧.૦૨ ટકા) ઘટી રૂ.૬૦,૫૧૯ના સ્તરે બંધ થયો હતો.

- text

ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૦,૫૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૪૭ (૧.૦૬ ટકા)ની નરમાઈ સાથે રૂ.૬૦,૫૦૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૧,૦૦૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૩૬ (૧.૦૪ ટકા) ઘટી બંધમાં રૂ.૬૦,૫૦૩ના ભાવ થયા હતા. બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૫૦૩.૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૬.૧૫ (૫.૨૬ ટકા) વધી રૂ.૫૨૩.૬૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧,૦૪૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૨.૮૦ (૨.૧૮ ટકા) વધી બંધમાં રૂ.૧,૦૭૦.૪૦ના ભાવ થયા હતા.

એલ્યુમિનિયમનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧૪૩.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫ (૩.૫૧ ટકા) સુધરી રૂ.૧૪૭.૩૫ના સ્તરે રહ્યો હતો. સીસું ઓક્ટોબર વાયદો રૂ.૧૪૨.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૪૫ (૩.૧૦ ટકા) વધી રૂ.૧૪૭.૮૦ અને જસતનો ઓક્ટોબર વાયદો રૂ.૧૮૧.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૭૫ (૪.૨૧ ટકા) વધી રૂ.૧૯૧.૭૦ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૭૯૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૩૨ અને નીચામાં રૂ.૨,૭૬૦ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૮૮ (૬.૬૩ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૦૨૫ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૫.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦.૯૦ (૫.૯૭ ટકા) વધી રૂ.૧૯૩.૫૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૪૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૫૯ અને નીચામાં રૂ.૧,૦૩૩ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧૬.૫૦ (૧.૫૮ ટકા) વધી રૂ.૧,૦૫૮ના સ્તરે બંધ થયો હતો. રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૮,૨૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૮,૫૨૦ સુધી અને નીચામાં રૂ.૧૮,૦૬૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૨૪૦ (૧.૩૨ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૧૮,૪૮૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ઓક્ટોબર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૫૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭ (૨.૨૪ ટકા) વધી રૂ.૭૭૪.૮૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૩૦ (૦.૧૪ ટકા) સુધરી રૂ.૯૪૮.૩૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text