મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સટ્ટો રમતા એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલાં પ્રકૃતિ સોસાયટીના ગેટ પાસે આઈપીએલના ચેન્નઇ સુપર કિંગ અને કોલકતા નાઈટ રાઇડ્સર વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મહેન્દ્ર નગર ગામના રાહુલભાઇ ઉર્ફે મેહુલભાઇ નટુભાઇ પટેલ (ઉ.વ. ૨૮) નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અને તેની પાસેથી રૂ. 1000નો મોબાઈલ જપ્ત કર્યો હતો. જેની પૂછપરછ કરતા હળવદના દેવળીયા ગામના રાજભા દરબારનું નામ પણ ખુલ્યુ હતું. પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ. એલ. ઝાલાએ તપાસ હાથ ધરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text