મોરબીમાં પ્લાસ્ટિક કચરા નાબુદી માટેની નવતર યોજના થકી બે માસમાં 29 ટન કચરો એકત્ર

- text


જ્યાં ત્યાં ફેકાતો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ સાર્થક બન્યો, આગામી સમયમાં આ યોજનામાં સુધારા કરીને કચરાના બદલામાં જીવન જરૂરી વસ્તુઓ આપવાની વિચારણા

મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાની નાબુદી માટે કમર કસી હતી અને બે મહિના પહેલા ‘પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ’ની યોજનાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવી હતી. ત્યારે પ્લાસ્ટિક નાબુદી માટેની નવતર યોજના થકી બે માસમાં 29 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર થયો છે. પ્લાસ્ટિક નાબુદીને વધુ સઘન બનાવવા માટે પાલિકા તંત્ર આગામી સમયમાં આ યોજનામાં સુધારા કરીને કચરાના બદલામાં જીવન જરૂરી વસ્તુઓ આપવાની વિચારણા કરી રહ્યું છે.

મોરબી નગરપાલિકાએ અગાઉ પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ લાદી દીધા બાદ પણ શહેરમાં ઠેરઠેર પ્લાસ્ટિકનો કચરો ફેંકાયેલો જોવા મળતા પ્લાસ્ટિકના કચરાની નાબુદી માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. પ્લાસ્ટિક નાબુદી માટે ખાસ યોજના બે માસ પહેલા અમલી બનાવી હતી. જેમાં ‘પ્લાસ્ટિકનો કચરો આપો અને પ્લાસ્ટિકની જ ઘર ઉપયોગી વસ્તુઓ લઈ જાઓ’ તેવી લોકો માટેની નવતર યોજનાને પાલિકા તંત્રએ ખાસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવી હતી.

- text

મોરબી શહેરમાં દરરોજ આશરે 80 ટનથી વધુ તમામ પ્રકારનો કચરો નીકળે છે. આ 80 ટનમાંથી સરેરાશ 5 ટનનો કચરો પ્લાસ્ટિકનો નીકળે છે. એટલે મહિનાનો આશરે 150 ટન જેટલો કચરો થાય છે. ત્યારે પ્લાસ્ટિકના કચરા નાબુદી માટે તા. 1 ઓગસ્ટથી નવતર યોજના અમલમાં મૂકી હતી. જેમાં ‘પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ગિફ્ટ લઈ જાઓ’ની યોજના થકી બે મહિનામાં 29 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર થયો હતો. આ કચરો બહાર જ્યાં ત્યાં ફેંકી દેવાયો હતો. આથી, પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ અપાયેલી ખાનગી એજન્સીએ આ પ્લાસ્ટિકનો કચરો નવતર યોજના થકી એકત્ર કર્યો છે. અને કચરા બદલ લોકોને પ્લાસ્ટિકની વસ્તુઓ ભેટમાં આપી છે. ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે અગામી સમયમાં આ નવતર યોજનામાં સુધારો કરીને લોકોને ઉપયોગી જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટમાં આપવાની વિચારણા ચાલી રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text