દેવળીયા ગામ નજીક દારૂની 24 બોટલ સાથે એક ઝડપાયો

- text


વધુ ત્રણ શખ્સોના નામ ખુલ્યા : પોલીસે ર૪ બોટલ દારૂ, એક મોબાઈલ સહિત ૧૪ હજારનો મુદામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી નજીકથી ર૪ બોટલ અંગ્રેજી દારૂ સાથે એક શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા રૂપિયા ૧૪,૬૦૦ના મુદામાલ સાથે ઝડપાયેલ શખ્સને હળવદ પોલીસ મથકે લાવી પુછપરછ કરતા વધુ ત્રણ શખ્સોના નામ ખુલતા તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકની સર્વેલન્સ સ્કોર્ડના યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, દેવુભા ઝાલા સહિતનાઓ દેવળીયા ગામ તરફ પેટ્રોલીંગમાં હોઈ, તે અરસામાં મળેલ બાતમીના આધારે દેવળીયા ગામની ચોકડી પાસે આવેલ પ્રાચી કોમ્પ્લેક્ષની બાજુમાં અંગ્રેજી દારૂની ર૪ બોટલ સાથે આત્મારામ ઉર્ફે ઉત્તમ છગનભાઈ પુરોહિત (રહે. દેવળીયા, મુળ રાજસ્થાન)ના શખ્સને દબોચી લેવાયો હતો. ઝડપાયેલ શખ્સને હળવદ પોલીસ મથકે લઈ આવી ર૪ બોટલ કિં.રૂ. ૯૬૦૦, એક મોબાઈલ કિ.રૂ. પ હજાર મળી કુલ રૂ.૧૪૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની વધુ પુછપરછ કરાતા આ દારૂ પ્રકરણમાં વધુ ત્રણ નામ ખુલ્યા હતા. જેમાં વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે. દેવળીયા), આશિફ ઉર્ફે અશોક ઉર્ફે બાડો ઈકબાલભાઈ મુલતાની (રહે. દેવળીયા) અને હરદેવસિંહ ચનુભા પરમાર (રહે. દેવળીયા)નું નામ ખુલતા આ ત્રણેય શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text