વાંકાનેર : નવા પંચાસર નજીક જુગાર રમતા ચાર પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા પંચાસર નજીક જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ ચાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 28ના રોજ નવા પંચાસર ગામ મેઇન રોડ ઠાકરના મંદિર પાસે ગે.કા. રીતે જાહેરમાં બેસી સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા ચાર શખ્સો પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,940 તથા મોબાઇલ નંગ 2 (કિ.રૂ. 20,000) મળી કુલ રૂ. 23,940નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આ બનાવમાં ભુપતભાઇ દેવજીભાઇ પંચાસરા, હશુભાઇ ગોકળભાઇ મોરાડીયા, બાબુભાઇ જીવણભાઇ ટોળીયા તથા નાથાભાઇ ટપુભાઇ પંચાસરાની અટકાયત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text