મોરબીના વાવડી રોડ પર વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સને પકડી પાવામાં આવ્યો છે. આ શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 20ના રોજ મોરબી શહેરના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે ખોડીયાર ડેરી નજીકથી પીન્ટુભાઇ રતિલાલ ચૌહાણ (ઉ.વ. 30, રહે. મોરબી)ને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 5 (કિ.રૂ. 1500) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો મુદામાલ જપ્ત કરી આરોપી પિન્ટુની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text