મોરબીના પરાબજાર મેઇન રોડ ઉપર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા 5 ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિજન પોલીસે ગઈકાલે પરાબજાર મેઇન રોડ ઉપર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે પરાબજાર મેઇન રોડ ઉપર તરગારા રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ નંબરીનો હારજીતનો જુગાર રમી રમતા આરોપીઓ સુનીલભાઇ દીપકભાઇ ભીમડુકીયા, પ્રકાશભાઇ રામજીભાઇ વાનેસીયા, મુસાભાઇ ઉમરભાઇ હાલા, રસુલશા હાજીશા શાહમદાર અને જાવીદભાઇ યુનુસભાઇ ખોખરને જુદા-જુદા દરની ચલણી નોટો કુલ રૂ. ૪૭૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text