મોરબી : પંચાસર રોડ પર ખડકાયેલા કચરાના ગંજથી સ્થાનિકો પરેશાન

- text


મોરબી : સ્વચ્છતા અભિયાનની કામગીરીના બગણાં ફૂંકતા મોરબી પાલિકાના સદસ્યો અને અમલદારોએ પંચાસર રોડ પર એક ચક્કર અવશ્ય લગાવવું જોઈએ. ઉક્ત રોડ પર કચરાના ખડકાયેલા ગંજ નિહાળી કાગળ પર સ્વચ્છતાની ઉત્તમ દર્શાતી કાર્યવાહીની પોલ ખુલી જશે એવો દાવો સ્થાનિકો કરી રહ્યા છે.

પંચાસર રોડ સ્થિત ગીતા મિલ પાસે દરરોજ અડધા રોડ પર કચરો વેરાઈને પડ્યો હોય છે. આથી રસ્તાની એક બાજુ સદંતર બંધ થઈ જાય છે. વાહન ચાલકોને આ સમસ્યાને લઈને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેલાયેલા કચરાના ગંજને કારણે રખડતા પશુઓનો વ્યાપક ત્રાસ અહીં પ્રવર્તે છે. આ પશુઓને કારણે ઘણીવાર અકસ્માતના બનાવો પણ બનતા રહેતા હોય છે. પ્લાસ્ટિક મિશ્રિત કચરો આરોગવાથી પશુઓ પણ બીમાર પડે છે. જો કે પાલિકાને નાગરિકોની પરેશાનીની પડી ન હોય ત્યાં પશુઓની ચિંતા કરવાનું તો ક્યાંથી સુજે? ભારે ગંદકીને લઈને આસપાસમાં રહેવું તો દુષ્કર બન્યું જ છે તદુપરાંત અહીંથી નીકળવું વાહનચાલકો માટે પણ ભારે અગવડભર્યું બન્યું છે. અલબત્ત એક વાત નોંધનીય એ પણ છે કે અહીં ઠલવાતા કચરા માટે સ્થાનિકો પણ જવાબદાર તો ખરા જ. ત્યારે પાલિકા તંત્ર સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે એવી લોકલાગણી પ્રબળ બની છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text