GSSSB દ્વારા લેવાયેલ ગ્રંથપાલની પરીક્ષાનું પરિણામ નિયમોનુસાર ન હોવાની રાવ સાથે ગવર્નરને રજૂઆત

- text


મોરબી : GSSSB દ્વારા લેવાયેલ ગ્રંથપાલની પરીક્ષાનું પરિણામ નિયમોનુસાર ન હોવા અંગે મોરબીના જાગૃત નાગરિક શિવમ વલ્લભભાઇ મોરડીયા દ્વારા રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં આ બાબતે યોગ્ય પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

આ લેખિત અરજીમાં જણાવાયું છે કે GSSSB ધ્વારા ગ્રંથપાલ (જાહેરાત નં. 157/201819) ની 5 ખાલી જગ્યા (4 પુરુષો (સામાન્ય) અને 1 મહિલા (સામાન્ય)) માટેની પરીક્ષા લઈને CPT માટે લાયક ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં માત્ર 4 પુરુષોને જ CPT માટે લાયક કરવામાં આવ્યા છે. મહિલાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જ નહીં.

- text

નિયમ મુજબ CPT માટે ખાલી જગ્યાના 3 ગણાને લાયક જાહેર કરવાના હોય છે એટલે કે કુલ 15 ઉમેદવારને લાયક ગણવાના હોય છે. પરંતુ ગ્રંથપાલ માટે માત્ર 4 ઉમેદવારને જ CPT માટે લાયક ગણવામાં આવ્યા છે. તેમજ ઉમેદવારને પરિક્ષામાં કેટલા ગુણ આવ્યા છે તે પણ જાહેર કરવામાં નથી આવ્યું.

GSSSBની વેબસાઇટમાંથી Advt. ને પણ Delete કરી દેવામાં આવી છે. આવું ક્યાં કારણોસર કરવામાં આવ્યું તેવું પૂછવા માટે GSSSB વેબસાઇટની મુલાકાત લઈને અધિકારીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કોઈપણ અધિકારીએ ફોન નો ઉપડયો જ નહીં અને વેબસાઇટ પર કોઈના મેઈલ એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text