મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણોને સહાય આપવા માંગ

- text


મોરબી જીલ્લામાં કર્મકાંડી બ્રાહ્મણોનું લિસ્ટ આપી અને ત્વરીત સહાય આપવા સમસ્ત બ્રાહસમાજ આગેવાન ભુપતભાઇ પંડ્યા, મહામંત્રી નરેન્દ્રભાઈ જોશી, મુકુંદભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યાએ કરી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત

મોરબી : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગત તા.૧૮/૦૯/૨૦૨૦ ના રોજ મંદિરના પૂજારીઓ કર્મકાંડી બ્રાહ્મણોને સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં સમાવવા તમામ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી લેખિત રજુઆત કરી હતી. જે પત્રના આધારે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન ભુપતભાઇ પંડ્યા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જોશી, બ્રહ્મસમાજ આગેવાન મુકુંદભાઈ જોશી અને યુવા આગેવાન કેયુરભાઈ પંડ્યા દ્વારા આજે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી છે.

જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ઉપરોક્ત જાહેર કરેલા પરિપત્રના આધારે મોરબીમાં જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરના પૂજારીઓને આર્થિક સહાયમાં સમાવવામાં આવે. જેમાં મોરબીમાં વસવાટ કરતા કર્મકાંડી બ્રાહ્મણોનું લિસ્ટ પણ રજુઆતના સામેલ કરેલું છે અને લિસ્ટમાં સામેલ કરેલા બ્રાહ્મણો કરતા પણ વધુ કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરના પૂજારીઓ મોરબી જીલ્લામાં છે. જેમાં સમયમર્યાદામાં જ આ સર્વેને ધ્યાનમાં લઈને તેઓને સહાય ચુકવવામાં આવે.

- text

ઉલ્લેખનીય છે કે કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરનાં પૂજારીઓને કોરોના કાળ દરમિયાન અને લોકડાઉન દરમ્યાન આર્થિક રિતે ભારે તકલીફ પડી છે ત્યારે ગુજરાત સરકાર પવીત્ર યાત્રા ધામ અને વિકાસ બોર્ડે જાહેર કરેલા પરિપત્ર અનુસાર આ સહાય ત્વરિત કરવામાં આવે તેવી માંગ કરી છે. જેમાં જીલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા હકારાત્મક વલણ દાખવી અને પરિપત્રના આધારે ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text