પ્રામાણિકતાનું દ્રષ્ટાંત : 5 હજારની રોકડ સાથેનું પર્સ મૂળ માલિકને પરત કર્યું

- text


‘મોરબી અપડેટ’ ફરી એકવાર ખોવાયેલ વસ્તુને મૂળ માલિક સુધી પહોંચાડવામાં માધ્યમ બન્યું

મોરબી : તાજેતરમાં જ ‘મોરબી અપડેટ’ના માધ્યમથી ભાવેશભાઈ જીવાણીએ મહેશભાઈ શેરશીયાને રૂ. 5 લાખ ભરેલી બેગ પરત કરી હતી. જે કિસ્સાને લઈને લેખક-વક્તા શૈલેષ સગપરીયાએ ફેસબૂક પર પોસ્ટ કરી પ્રામાણિકતાને ઉજાગર કરી છે. ત્યારે ‘મોરબી અપડેટ’ ફરી એકવાર ખોવાયેલ વસ્તુને મૂળ માલિક સુધી પહોંચાડવામાં માધ્યમ બન્યું છે. મોરબીના એક રહીશને સામાકાંઠા વિસ્તારમાંથી મળેલું પર્સ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

ગઈકાલે તા. 16ના રોજ મોરબીના રહીશ જનકસિંહ ઝાલાને સામાકાંઠા વિસ્તારમાં ઋષભ નગર- 5, રોયલ બેકરીની પાછળથી એક લેડીઝ પર્સ મળ્યું હતું. આ પર્સમાં રોકડ રકમ રૂ. 5000 અને કિંમતી વસ્તુઓ હતી. જનકસિંહભાઈએ આ બાબતની જાણ મોરબી અપડેટને કરતા ખોવાયેલ પર્સ અંગેની નોંધ મોરબી અપડેટના ફેસબૂક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ દ્વારા મૂળ માલિકને પર્સ અંગે જાણ થતા તેણે જનકસિંહભાઈનો સંપર્ક સાધ્યો હતો. અને જનકસિંહભાઈએ પર્સના મૂળ માલિક અંગે ખરાઈ કરી પર્સ મહિલાને પરત કર્યું હતું. આમ, જનકસિંહ ઝાલાએ પર્સ મૂળ માલિકને પહોંચાડી પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેકવાર મોરબી અપડેટ લોકોને સ્થાનિક સમાચારો અને માહિતીની સાથે ખોવાયેલ વસ્તુઓ પરત મેળવવા માટે સહાયક બન્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text