માળીયા મામલતદાર કચેરીમાં કોરોનાના પગપેસારાથી 10 દિવસ સુધી તમામ કામગીરી બંધ

- text


 

મોરબી : માળીયા મામલતદાર કચેરીમાં કોરોનાના પગપેસારાથી 10 દિવસ સુધી તમામ કામગીરી બંધ કરવામાં આવી છે.માળીયા મી.ની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક ઓપરેટર ,બે રેવન્યુ તલાટી અને એક ક્લાર્કનો.કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.તેથી તકેદારીના ભાગરૂપે માળીયા મામલતદાર કેચરીમાં સેનીટાઝેશન કરવામાં આવ્યું હતું અને માળીયા મામલતદાર કચેરીમાં આવતા અરજદારો તેમજ સ્ટાફમાં કોરોનાનું વધુ સંક્રમણ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ મામલતદાર કચેરીની તમામ કામગીરી તા.15 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે.આ અંગે માળીયા મામલતદારે જિલ્લા કલેક્ટરને જાણ કરી છે.

- text