મોરબીમાં 11 ઓક્ટોબરે સૌપ્રથમ વખત વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલન

- text


 

50 વર્ષથી ઉપરના સ્ત્રી અને પુરૂષોને ઘર સંસાર વસાવવાની અમૂલ્ય તક

મોરબી : માનવ જીવન જીવનસાથી વગર અધુરું છે.જીવનસાથી વગર સંસારના ભવ સાગરને તરી શકાતો નથી.ઘણી વખત અનેક લોકો કોઈને કોઈ કારણસોર કુંવારા રહી જતા હોય છે.મોટી ઉંમરે થાય ત્યારે જીવનસાથીની ખોટ સલાતી હોય છે.આવી રીતે સહજીવનના મધદરિયે લગ્ન વિચ્છેદ થનારા તેમજ અકાળે વિધવા કે વિધુર બની જતા લોકોને પ્રૌઢ વયે જીવનમાં ખાલીપો લાગતો હોય છે.ત્યારે આવા 50 થી વધુ ઉમેર વટાવી ચૂકલા લોકોને ફરી ઘરસંસાર વસાવી શકે તે માટે મોરબીમાં એક સંસ્થાએ ઉમદા પહેલ કરી છે અને મોરબીમાં 11 ઓક્ટોબરે સૌપ્રથમ વખતે સર્વજ્ઞાતિય વડીલો માટે જીવનસાથી પંસદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના અનુબંધ ફાઉન્ડેશન દ્વારા મોરબીના લોહાણા વિધાર્થી ભવનના સૌજન્ય થકી આગામી 11 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે લોહાણા વિધાર્થી ભવન ,વસંત પ્લોટ,મોરબી ખાતે સૌપ્રથમ વખત વિનામૂલ્યે સર્વજ્ઞાતિય વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 50 વર્ષથી ઉપરના કુંવારા ,ડિવોર્સ લીધેલા અને વિધવા કે વિધુર વ્યક્તિઓ આ જીવનસાથી પસંદગી મેળામાં જોડાઈ શકશે.આ જીવનસાથી પસંદગી મેળામાં બહારગામથી આવનાર લોકો માટે રાત્રી રોકાણ અને જમવાની વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવશે.આ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતા ગુજરાત ભરના 50 વર્ષથી ઉપરના કુંવારા ,ડિવોર્સ લીધેલા અને વિધવા કે વિધુર સ્ત્રી અને પુરુષોએ પોતાના નામ સરનામાં ,ફોટા ,ઉંમર ,વૈવાહિક દરજ્જો ,માસિક આવક ,મોબાઈલ નંબર સહિતના બાયોડેટા તા.7 ઓકટોબર સુધીમાં લોહાણા વિધાર્થી ભવન ,વસંત પ્લોટ,મોરબી ખાતે પહોંચાડી દેવા અથવા નટુભાઈ પટેલ-9835185876 ,ભુપતભાઇ રવેશિયા-9898015066 ,ભારતીબેન રાવલ-9099124512 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

કોરોનાના કારણે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે આ જીવનસાથી પંસદગી સંમેલનમાં 100 વ્યક્તિઓને એન્ટ્રી આપવાની હોય પસંદ કરાયેલા ઉમેદવારોને ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે.સંમેલનમાં એક ફોટા અને માસ્ક સાથે હાજર રહેવા પણ જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે.આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં વડીલો માટે 60 જેટલા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 13,520 લોકો જોડાયા હતા અને 162 લોકોનો ઘરસંસાર વસ્યો છે.ત્યારે મોરબીમાં પ્રથમ વખત સર્વજ્ઞાતિય જીવનસાથી પંસદગી મેળાનું આયોજન થયું છે.આ અંગે ભુપતભાઇ રવેશિયાએ જણાવ્યું હતું કે ,હાલ 8 થી 10 અરજીઓ આવી છે અને તમામ અરજી નિયત સમયમાં મળ્યા બાદ સારા ઉમેદવારની પંસદગી કરીને જીવનસાથી પંસદગી મેળામાં તક આપશે.

- text