મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે વાંકાનેરમાં 16 મિમી વરસાદ

- text


ટંકારાના સજનપર ઘુનડા, હડમતીયા આસપાસ વરસાદ અન્ય તાલુકામાં વાદળછાંયો માહોલ

મોરબી : મોરબી જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન પડેલ આકરી ગરમી બાદ છેલ્લા બે દિવસથી ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. શુક્રવારે રાત્રીના વીજળીના કડાકા વચ્ચે મોરબી,વાંકાનેર,હળવદમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.તો.શનિવારે પણ સાંજના સમયે પણ મોરબી ટંકારા અને વાંકાનેરમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને 6થી 8 દરમિયાન વાંકાનેર શહેર,ગ્રામ્ય વિસ્તારો તેમજ ટંકારા પંથકના સજનપર ઘુનડા અને આસપાસના અમુક ગામમાં મેઘરાજની સવારી આવી પહોંચી હતી. અને બે કલાક દરમિયાંન સંમગ્ર વાંકાનેર પંથકમાં 16 મિમી જેટલો વરસાદ વરસી ગયો હતો. મેઘરાજાની તાબડતોબ ઇનિંગને પગલે રસ્તા પર.જાણે ઝરણાં બની ગયા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. વાંકાનેર અને ટંકારાના અમુક ગામ સિવાયના અન્ય 4 તાલુકામાં માત્ર વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.

- text

- text