12 સપ્ટેમ્બર : આજની તારીખે બનેલી મહત્વની ઘટનાઓ, મહાન વ્યક્તિઓના જન્મ અને નિધનની વિગત

- text


મોરબી : 12 સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ (અંગ્રેજી કેલેન્ડર) મુજબ વર્ષનો 255મો (લિપ વર્ષ દરમ્યાન 256મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં 110 દિવસ બાકી રહે છે. તેમજ ગુજરાતી પંચાંગ તરીકે આજે ભાદરવા માસ, કૃષ્ણ (વદ) પક્ષની દસમની મિતી અને શનિવાર છે.

ભૂતકાળમાં બનેલી મહત્વની ઘટનાઓ

1786 – ભારતના ગવર્નર જનરલ તથા કમાન્ડર-ઇન-ચીફ આર્મી ઓફિસર લોર્ડ કોર્નવાલિસની નિમણૂક

1922 – નાસાના સ્પેસ શટલ એન્ડેવરમાં વિશ્વનું પહેલું દંપતી માર્ક લી અને જેન ડેવિસ અંતરિક્ષની સફરે ગયું (અંતરિક્ષ વિજ્ઞાની દંપતીએ બાદમાં છૂટાછેડા લીધા હતા)

1933 – ભૌતિકશાસ્ત્રી લીઓ ઝિલાર્ડએ લંડનમાં ચાર રસ્તાની લાલ લાઇટ પાસે આવેલા એક વિચારે ન્યૂક્લિયર ચેઇન રિએક્શનની શોધ કરી

1948 – 1947માં આઝાદી મેળવ્યા બાદ ભારતના મધ્ય-દક્ષિણ હિસ્સાના સૌથી મોટા રાજ્ય નિઝામ શાસિત હૈદરાબાદને ભારતીય સંઘમાં સામેલ કરવા માટે ભારતીય લશ્કરે ચડાઈ કરી

1958 – ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું કદ ઘટાડવા ઉપયોગી ઇન્ટિગ્રેટેડ સર્કિટના અમેરિકન સંશોધક જેક કિલ્બીએ પહેલીવાર IC રજૂ કરી

1990 – મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરીમાં કોંકણ રેલ્વે પ્રોજેક્ટની ઔપચારિક શરૂઆત એક પ્રોજેક્ટ ઓફિસની શરૂઆત સાથે થઈ

2001 – વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાના બીજા દિવસે તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશે ત્રાસવાદ સામે યુદ્ધ જાહેર કર્યુ (8 ઓક્ટોબર, 2001ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને ખરું યુદ્ધ શરૂ કર્યુ હતું)

- text

પ્રસિદ્ધ વ્યક્તિઓના જન્મ

1898 – હિન્દી સાહિત્યકાર બલદેવ પ્રસાદ મિશ્રાનો જન્મ

1899 – કર્ણાટક ક્લાસિકલ મ્યુઝિકના માસ્ટર ટી. એન. સ્વામિનાથન પિલ્લાઈનો જન્મ

1899 – વિશ્વવિખ્યાત બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયનો જન્મ

1912 – 1948-’49 દરમિયાન એક ટેસ્ટના ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર ટી. એ. રામચંદ્રનનો જન્મ

1931 – શિક્ષણશાસ્ત્રી અને પત્રકાર ત્રિલોકીનાથ મદનનો જન્મ

1932 – વિખ્યાત મરાઠી વાર્તાકાર અને કવિ વિજય શ્રીનિવાસ જહાગિરદાસનો જન્મ

પ્રખ્યાત વ્યક્તિઓના નિધન

1961 – હિન્દીના મહાન વિવેચક નલિન વિલોચન શર્માનું અવસાન

1962 – પ્રખ્યાત હિન્દી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર રાઘવ રંગૈયાનું અવસાન

1993 – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનું અવસાન


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text