લાતીપ્લોટ 13 : ભૂગર્ભની કુંડીમાં ઢાંકણું ન હોવાથી ખુલ્લી કુંડીમાં વારંવાર ફસાતા વાહનચાલકો

- text


મોતના કુવા સમાન ખુલ્લી ભૂગર્ભ કુંડી કોઈનો જીવ લે પછી તંત્ર જાગશે?

મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની અગાઉથી ખરાબ હાલત છે. ત્યારે લાતી પ્લોટ નંબર 13ના મેઈન રોડ ઉપર આવેલી ઢાંકણા વિનાનાની ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી મોતના ખુલ્લા કુવા સમાન બની રહી છે. ભૂગર્ભની કુંડીમાં ઢાંકણું ન હોવાથી ખુલ્લી કુંડીમાં વારંવાર વાહનચાલકો ફસાઈ જાય છે. આથી, મોતના કુવા સમાન ખુલ્લી ભૂગર્ભ કુંડી કોઈનો જીવ લે પછી તંત્ર જાગશે? તેવો સવાલ ઉઠ્યો છે.

મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 13ના મેઈન રોડ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી આવેલી છે. આ ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાથી ખુલ્લી ગટરની કુંડીમાંથી ગંદા પાણીનો સતત ઓવરફ્લો થયા કરે છે. ભૂગર્ભ કુંડીમાં ઢાંકણું ન હોવાથી ભૂગર્ભ ગટર જોખમી બની ગઈ છે. આ મોતના ખુલ્લા કુવા સમાન ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં વારંવાર વાહનચાલકો ફસાઈ જાય છે અને વાહનચાલક આ ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીમાં વાહનચાલકો પડી જતા ગંભીર ઇજાઓ પહોંચે છે.

જો કે રાત્રીના સમયે વાહનચાલકો ઉપર અકસ્માતનું વધુ જોખમ રહે છે. કારણ કે લાઈટ ન હોવાથી રાત્રીના સમયે આ મોતના ખુલ્લા કુવા સમાન ખુલ્લી ભૂગર્ભની કુંડી કોઈનો ભોગ લે તેવી દહેશત છે. તેમજ ગટરના ગંદા પાણી આસપાસમાં ભરાઈ રહેતા સ્થાનિક દુકાનદારો દુકાનમાં બેસીને ધંધો કરી શકે એમ જ નથી. લઘુ ઉધોગકારો પણ આવી કપરી હાલત છે. જ્યારે વાહનચાલકોની પણ ગંભીર હાલત થઈ ગઈ છે. ખુલ્લી કુંડી અને ગટરના ભરાયેલા પાણીમાં વાહનચાલકો વારંવાર પડે આખડે છે. તેમાંય રાત્રે લાઈટ ન હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું મોટું જોખમ રહે છે. આથી, સ્થાનિક તંત્ર આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text