મોરબી જિલ્લામાં નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડતા રીક્ષાચાલકો સામે કાર્યવાહી કરાઈ

- text


માસ્ક વિના ફરતા તથા રેંકડીઓ પર ભીડ એકઠી કરતા ધંધાર્થીઓ પર પણ તંત્રની તવાઈ ઉતરી

મોરબી : જિલ્લામાં દિવસે દિવસે વધતા કોરોના સંક્રમણને લઈને હવે તંત્ર આક્રમક મૂડમાં આવ્યું હોય એમ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ખાસ કરીને પેસેન્જર રિક્ષાઓ અને અલ્પાહાર, ફ્રૂટ-ફળાદીની રેંકડીઓ ઉપર પોલીસ તંત્રની તવાઈ ઉતરી છે. રીક્ષામાં નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડવાને લઈને પોલીસે રીક્ષા ચાલકોને આઈપીસી કલમ 188 હેઠળ દંડીત કર્યા છે.

મોરબીના ગ્રીન ચોંકમાં નાસ્તાની રેંકડી પર વધુ ભીડ એકઠી કરવા બદલ, શનાળારોડ, માર્કેટિંગ યાર્ડ પાસેથી ફ્રુટની રેંકડી આઈપીસી કલમ 283 હેઠળ એક ધંધાર્થી સામે મળી કુલ 2 ધંધાર્થીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મોરબી શાકમાર્કેટ ચોક નજીક સી.એ.જી.રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાંથી કુબેર ટોકીઝ સામે રોડ પરથી બોલેરો પુર ઝડપે ચલાવતા ડ્રાઈવર સામે આઈપીસી કલમ 279, તથા મોટર વહિકલ એક્ટ કલમ 119, 177, 184 મુજબ ગુન્હો દાખલ કરાયો હતો. જ્યારે તાલુકા પો.સ્ટે. વિસ્તારના રવિરાજ ચોકડી પાસેથી માસ્ક વિના બહાર ફરતા એક શખ્સ સામે કલમ 188 મુજબ ગુન્હો નોંધાયો હતો. લાલપર ગામ નજીક સીએનજી રીક્ષા પુરપાટ ચલાવવા બદલ આઈપીસી કલમ 279, મોટર વહિકલ એક્ટની કલમ 177, 184, 119 મુજબ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી. બી.ડીવી. પો.સ્ટે. વિસ્તાર હેઠળ આવતા માળીયા ફાટક પાસેથી 7 પેસેન્જર ભરેલી 1 સીએનજી રીક્ષા તથા 6 પેસેન્જર ભરેલી 1 રીક્ષા અટકાવી બન્ને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

વાંકાનેર સીટી પોલીસ સ્ટે.વિસ્તારના જિનપરા જકાત નાકા નજીકથી સીએનજી રીક્ષા ભયજનક રીતે ઉભી રાખતા તેમજ વાંકાનેર તાલુકા પો.સ્ટે.વિસ્તારના ઢૂંવા ચોકડી પાસે પુરપાટ ઝડપે સીએનજી રીક્ષા ચલાવી રહેલા ડ્રાઈવર સામે તથા ઢૂંવા, વીસનાલા પાસે સીએનજી રીક્ષા ભયજનક રીતે ઉભી રાખતા 1 રીક્ષા ચાલક સામે તેમજ 4 કરતા વધુ પેસેન્જર બેસાડતા 1 ચાલક અને સિંધાવદર ગામે પણ 4થી વધુ વ્યક્તિઓ બેસાડતા 1 રીક્ષા ચાલક સામે ગુન્હો દાખલ કરાયો છે.

આ ઉપરાંત માળીયા મી.ના વાગડીયા ઝાંપા પાસેથી 2 રીક્ષાને 5-5 પેસેન્જર બેસાડીને જતી હોવાથી તેમજ ટંકારાના નગર નાકા પાસેથી 1 છકડો રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે ઉભી રાખવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે હળવદ તાલુકાના સરા ગામે ચારથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 સીએનજી રીક્ષાના ચાલક સામે નિયમભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ રીક્ષા, ટેક્સી, કેબ જેવા પેસેન્જર વાહનો સહિત એસટી બસ અને લકઝરી બસોમાં પણ સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવાના હેતુસર પેસેન્જરો બેસાડવાની ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવી છે. જે હેતુ સરતો ન હોય પોલીસ તંત્ર તરફથી સમગ્ર મોરબી જિલ્લામાં આક્રમક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતા નાગરિકોને કારણે કોરોના સંક્રમણ વધુ અને ઝડપી ફેલાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રની આ સખ્તાઈ બાદ કોરોના સંક્રમણ પર કંટ્રોલ આવે છે કે નહીં.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text