વાંકાનેર નજીક અકસ્માતમાં પિતાની નજર સામે પુત્રીનું કરુણ મોત

- text


વાંકાનેર પોલીસે પિતાની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના ઢુવા ગામ નજીક પુલ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રીનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે પિતાની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

 

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના મીલ પ્લોટ શેરી નં. ૫ અમરાપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઇ ઉગજીભાઇ અંબાલીયા ( ઉ.વ. ૫૧)એ ગઈકાલે તા.૩ ના રોજ પોતાની પુત્રી વર્ષાબેનને જી.જે. ૦૩ ઇ કયુ. ૧૬૧૪ નબરના બાઇક પાછળ બેસાડીને ઢુવા ગામ નજીક પુલ પાસે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે જી.જે. ૧૨ એ.વાય. ૭૩૮૪ નંબરના ટ્રક ચાલકે આ બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં વર્ષાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેણીનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા સુરેશભાઇ ઉગજીભાઇ અંબાલીયાએ આરોપી ટ્રક નં. જી.જે. ૧૨ એ.વાય. ૭૩૮૪ નો ચાલક બીરસીંધ સુબરસીંધ ચેાધરી સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text