‘આપ’ના ઓક્સિમિત્ર અભિયાનને નિહાળવા દિલ્હીના પૂર્વ મંત્રી જીતેન્દ્ર તોમર મોરબીની મુલાકાતે

- text


મોરબી : કોરોના મહામારીએ સમગ્ર દેશને પોતાના સકંજામાં લીધો છે ત્યારે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા કોરોના મુક્ત રાજ્ય કરવા પ્રજાહિતને લાગતા મહત્વના કામો કરેલ જેના કારણે દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવામાં આવ્યો છે. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા પણ લઈ સમગ્ર રાજ્યને કોરોના માટે દિલ્હી મોડલ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં પણ હાલ દિવસેને દિવસે કોરોના વધતા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં રહેલા તેમના કાર્યકર્તાઓની મદદથી ઓક્સિમિત્ર અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અભિયાનમાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ લોકોના ઓક્સિજનને માપી જરૂરી સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ અભિયાનને નિહાળવા આમ આદમી પાર્ટી દિલ્હી સરકારના પૂર્વ કાયદામંત્રી જીતેન્દ્ર તોમર તેમજ મહિપાલસિંહ મોરબીની મુલાકાતે આવેલા છે.

આ સમયે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હળબટીયાળી, મોરબી તાલુકાના તળાવ્યા શનાળા, માળીયા તાલુકાનું નાનાભેલા, માળીયા શહેર, હળવદ તાલુકાનું માથક તેમજ વાંકાનેર શહેર ના ૧૯ ઓક્સિજન કેન્દ્રની મુલાકાત લીધેલ છે. જે સમયે મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ તેમજ અન્ય હોદેદારો પી. એમ. ચીખલીયા, જસમત કગથરા, મહાદેવ પટેલ, પ્રવીણ ફેફર, ગોકલભાઈ પરમાર, ચંદ્રકાંત વિરમગામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ બુથો પર મોટી સંખ્યામાં લોકો ઓક્સિજન તપાસવા આવેલ છે. તેમ ‘આપ’ના મીડિયા કોરડીનેટર અને મોરબી શહેર મહામંત્રી પરેશ પારીઆએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text