મોરબી : ચાર PSIની આંતરિક બદલી અને ત્રણ PSIની નિમણુંક કરાઈ

- text


મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા ગઈકાલે સાત PSIની બદલી અને નિમણુંકનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ પીએસઆઈને પોસ્ટીગ તથા ચાર પીએસઆઈની આંતરીક બદલી કરવામાં આવી છે.

- text

આ આદેશ મુજબ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા બી. ડી. પરમારને ટંકારા પોલીસ મથકમાં, આર. બી. ટાપરિયા, જે ઈન્ચાર્જ પીએસઆઈ માળીયા મિયાણા એટેચ મોરબી તાલુકા તરીકે ફરજ બજાવતા હતા, તેઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બી ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એન. એ. શુકલને એ ડિવિઝન પોલીસ મથકમાં અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ડી. વી. ડાંગરને મોરબી તાલુકા પોલીસ મથક એટેચ કરી એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી આપવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય જીલ્લામાંથી બદલી પામીને આવેલા લિવ ઇન રિઝર્વમાં રહેલા એ. એ. જાડેજાને મોરબી તાલુકા પીએસઆઈ તરીકે, લિવ રિઝર્વમાં રહેલા એન. બી. ડાભીને માળિયા મિયાણા પીએસઆઈ તરીકે અને લિવ રિઝર્વમાં રહેલા એન. એચ. ચુડાસમાને મોરબી સીટી એ ડીવીઝનમાં નિમણુંક કરાઈ છે.

- text