મોરબી-અમદાવાદ રૂટ પર એસ.ટી.ની AC બસ સર્વિસ શરૂ કરાઇ

- text


મોરબી-અમદાવાદ માટે 4 AC બસોની કુલ 8 ટ્રીપ અપડાઉન માટે શરૂ કરાઈ 

મોરબી : લોકડાઉન દરમ્યાન તથા ત્યાર બાદ અનલોક દરમ્યાન પણ લોક થયેલી એસ.ટી.ની એસી.બસોની અમદાવાદ માટેની સર્વિસ ફરી પૂર્વવત કરવામાં આવી છે.

મોરબીથી અમદાવાદ જતી ખાનગી ઓપરેટરો દ્વારા કોન્ટ્રાકટ બેઝ પર ચાલતી એસ.ટી.ની એ.સી. બસ સર્વિસ પર લોકડાઉન-અનલોક સમય દરમ્યાન બ્રેક લગાવવામાં આવી હતી. જે હવે પૂર્વવત કરતા એસ.ટી. દ્વારા મોરબીથી અમદાવાદ તેમજ અમદાવાદથી મોરબી માટેનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

- text

જે મુજબ મોરબીથી દરરોજ દિવસમાં 4 ટ્રીપ અમદાવાદ જશે અને અમદાવાદથી 4 ટ્રીપ મોરબી પરત ફરશે. જેનો આવવા જવાનો સમય જોઈએ તો, મોરબીથી અમદાવાદની દિવસની પહેલી એ.સી.બસ સવારે 07:00 કલાકે ઉપડશે જે 11:30 કલાકે અમદાવાદ પહોંચશે. બીજી ટ્રીપ સવારે 10:00 કલાકે, ત્રીજી ટ્રીપ બપોરે 12:30 કલાકે અને ચોથી બસ સાંજે 06:15 કલાકે મોરબીથી ઉપડશે જે રાત્રે 10:45 કલાકે પેસેન્જરને અમદાવાદ પહોંચાડશે.

એ જ રીતે અમદાવાદથી મોરબી આવવા માટે સવારે 07:00 કલાકે પહેલી ટ્રીપ ઉપડશે, બીજી ટ્રીપ બપોરે 12:30 કલાકે, ત્રીજી ટ્રીપ બપોરે 01:30 કલાકે અને ચોથી ટ્રીપ અમદાવાદથી મોરબી આવવા માટે સાંજે 04:40 કલાકે ઉપડશે જે રાત્રે 09:10 કલાકે મોરબી પહોંશે. આમ મોરબીથી અમદાવાદનું 215 કિલોમીટરથી થોડું વધુનું અંતર આ બસ 04:30 કલાકમાં પૂરું કરશે. આ શરૂ થઈ ચુકેલી એ.સી.બસ સર્વિસનો લાભ હવે લોકો લઈ શકશે.

- text