માળિયામાં પાણીના ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેકનું ધોવાણ

- text


 

ટ્રેક નીચેની માટી અને કાંકરા પાણીના વહેણમાં વહી જતા માત્ર પાટા જ બચ્યા

માળિયા : માળિયા મિયાણામાં ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેક ધોવાયો હોવાનું સામે આવ્યું છે. ટ્રેકની નીચેથી માટી અને કાંકરા બન્ને વહી જતા માત્ર પાટા જ બચ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

- text

માળિયા મિયાણા પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે ન્યુ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ધોવાણ થયું છે. રેલવે ટ્રેકનજ એક બાજુથી બીજી બાજુ ધસમસતા પાણીના પ્રવાહમાં માટી અને કાંકરા બન્ને ધોવાઈ ગયા હતા. ટ્રેકની નીચે ભુવો પડ્યો હોય અને ત્યાંથી પાણીનો પ્રવાહ જતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે આ અંગે રેલવે તંત્રને જાણ થઈ હતી. પરંતુ પાણીનો પ્રવાહ હજુ વહેતો હોય કોઈ સમાર કામગીરી શરૂ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

- text