મોરબી જિલ્લાના 19 રસ્તાઓ હજુ પણ બંધ : 15 પુનઃશરૂ

- text


 

નાના ગામોને જોડતા 6 તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 9 રસ્તાઓ ફરી શરૂ થયા : પીજીવીસીએલના 97 વીજપોલ ધરાશાયી

મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી. નાના ગામોને જોડતા જિલ્લા પંચાયત હસ્તકના 6 તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 9 રસ્તાઓ પુનઃ શરૂ થઈ ગયા છે. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકના 19 હજુ પણ બંધ હાલતમાં છે.

મોરબી જિલ્લામાં બે દિવસ મેઘરાજાએ સટાસટી બોલાવીને સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું હતું. જેને કારણે ભારે નુકસાન સર્જાયું હતું. જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના 25 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. સાથે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 9 રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. સવાર સુધીમાં જિલ્લા પંચાયત હસ્તકના 6 રસ્તા તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 9 રસ્તાઓ ચાલુ થઈ ગયા છે.

- text

બીજી બાજુ વરસાદથી પીજીવીસીએલને પણ ભારે નુકસાન સર્જાયું હતું. જેમાં હળવદમાં 45, મોરબી- માળિયામાં 35 અને વાંકાનેરમાં 15 મળી કુલ 95થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા. 5 જેટલા ટીસી પણ ખોટકાયા હતા. આ ઉપરાંત હરિપર ગામમાં હજુ પણ વીજળી આવી નથી. આમ પીજીવીસીએલને નુકસાન સહન કરવુ પડ્યું છે. સામે વીજકર્મચારીઓની કામગીરી પણ કાબિલેદાદ રહી છે. વરસતા વરસાદમાં કર્મચારીઓ કામ કરતા નજરે પડ્યા હતા.

વધુમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. જેમાં મોરબીના આમરણ, નાની વાવડી, બગથળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ માળિયાના માણાબાર, સુલતાનપુર, રંગપર- બેલા સહિતના વિસ્તારોમાં ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે.

- text