હળવદના રાસંગપર પાસે પિતા-પુત્ર તણાયાનો મામલો : 35 કલાક બાદ પુત્રનો પણ મૃતદેહ મળ્યો

- text


 

સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટિમ લાગી હતી શોધખોળમાં, અડધો કિમિ દૂરથી મળ્યો મૃતદેહ : પરીવારમાં ભારે શોક

મોરબી : હળવદ તાલુકામાં રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાઈ ગયા બાદ પિતાનો મૃતદેહ મળ્યો હતો. જેને 35 કલાક બાદ પુત્રનો પણ અડધો કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો છે. પિતા અને પુત્ર બન્નેના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાયસંગપરના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી ઉ.વ.45, તેમનો પુત્ર શ્રીપાલ નારાયણભાઈ દલવાડી ઉ.વ.18 અને તેમનો ભત્રીજો જીગો આ ત્રણેય હળવદ ગુજકેટની પરીક્ષા માટે આવતા હોય આ દરમિયાન નારાયણભાઈ અને તેમનો પુત્ર શ્રીપાલ વોકળામાં તણાયા હતા. જેમાં નારાયણભાઈનો મૃતદેહ તુરંત મળી આવ્યો હતો.

- text

પરંતુ શ્રીપાલનો મૃતદેહ મળ્યો ન હોય સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ કામે લાગી હતી. બનાવને 35 કલાક બાદ અંતે શ્રીપાલનો મૃતદેહ અડધો કિમિ દૂરથી મળી આવ્યો છે. આ બનાવથી પરીવારમાં ભારે ગમગીની છવાઈ છે.

- text