મોરબી : યુવાનો દ્વારા રસ્તા પરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી તંત્રને જગાવવાનો નવતર પ્રયોગ

- text


મોરબી : મોરબીના રોડ-રસ્તાઓ પર ખાડાની સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી. આથી, મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક સ્થાનિકો દ્વારા ખાડામાં વૃક્ષારોપણ કરી તંત્રને જગાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોરબી શહેરમાં રોડ-રસ્તા ખાડા-ખબડાવાળા હોવાની સમસ્યા ઘણા સમયથી છે. પરંતુ દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાના કારણે રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે. જેથી, ખાડાઓ વધી જાય છે. મોરબી શહેરના રોડ હોય કે હાઇ વેના સર્વિસ રોડ હોય કે સીરામીક ફેક્ટરી બાજુ જતા રસ્તાઓ હોય કે રહેણાંક વિસ્તારની શેરી-ગલીઓ હોય, દરેક રસ્તાઓ પણ ફુટ-ફુટ જેટલા ખાડાઓ પડી ગયા છે. આના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી નજીક સ્થાનિકો દ્વારા ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમજ તંત્રને જગાવવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

- text

- text