ગુડ ન્યૂઝ ફોર મોરબી : મેડિકલ કોલેજ માટે શક્ત શનાળા પાસે 8 હેકટર જમીન ફાળવાય

- text


 

મોરબીવાસીઓની વર્ષો જૂની તપસ્યા અંતે ફળી : હવે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે

મોરબી : મોરબી માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. અંતે મોરબીવાસીઓની ઘણા વર્ષ જૂની તપસ્યાનો અંત આવવાનો છે. કારણકે મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે ૮ – હેક્ટર જમીનની ફાળવણી મહેસૂલ વિભાગે કરી છે. તેવું મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું છે.

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ ખાસ જણાવ્યુ છે કે મોરબી ખાતે નવી મેડિકલ કોલેજ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે તેને તાત્કાલિક કાર્યાન્વિત કરવા સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ પુર્વ ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાની રજુઆત ને ધ્યાને લઈ મોરબીના રાજકોટ રોડ ઉપર શકત શનાળા ગામની સરકારી ખરાબાના સર્વે નંબર ૩૩૪/૧ ની જમીનમાંથી ૮ – હેક્ટર જમીન નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના પત્ર ક્રમાંક જમન/૩૭૨૦૨૦/૧૦૩૯/ક તા.૨૦/૦૭/૨૦૨૦ મહેસૂલ વિભાગે નિર્ણય કરી કલેક્ટર, મોરબીને જરૂરી મંજુરી આપીને આ જમીન તાત્કાલિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને તબદીલ કરી હોવાનું જણાવ્યુ છે.

- text

તે જોતા મોરબીમાં નવી મેડિકલ કોલેજ આકાર લે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સહિત સબંધિત ડિપાર્ટમેંટ સત્વરે કામ પુર્ણ કરશે તેવી આશા છે. તે મોરબી જીલ્લા માટે ખુબ આવકારદાયક બાબત ગણાય જેને મોરબી પંથકની પ્રજાએ અવકારેલ છે. તેમ રાઘવજીભાઇ ગડારા-અધ્યક્ષ, મોરબી જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું છે.

- text