મોરબી તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ નાથાભાઇ ડાભીને સોંપાયો

- text


 

થોડા દિવસો અગાઉ ભાજપમાં ભળેલા પ્રમુખને હટાવી દીધા બાદ ઉપપ્રમુખ નાથાભાઇ ડાભીની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરાઈ

મોરબી : મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયા ભાજપમાં જોડાતાની સાથે જબરી ઉથલ પાથલ થઈ હતી.તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોએ બહુમતીના જોરે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને હંસરાજભાઈ પંચોટીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા.આથી હાલના તબક્કે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઇ ડાભીને તાલુકા પંચાયતના પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

- text

તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી હટાવી દીધા બાદ આ જુના પ્રમુખ નિયમ મુજબ ત્રણ દિવસ સુધી ચાર્જ પર રહી શકે છે ત્યારે ત્રણ દિવસ પુરા થતા આ જુના પ્રમુખનો કાર્યકાળ સમાપ્ત થઈ જતા આગામી નવી ચૂંટણી ન યોજાઈ ત્યાં સુધી ઉપપ્રમુખ નાથાભાઇ ડાભીને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખનો ચાર્જ આપવામાં આવ્યો છે.નાથાભાઇ ડાભી છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિયપણે જોડાયેલા છે.એક વખત જિલ્લા પંચાયતની સીટ અને બે વખત તાલુકા પંચાયતની સીટ પર ચૂંટણી લડ્યા છે.ત્યારે તેમની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણુંક થતા તાલુકા પંચાયતના સદસ્યો અને કોંગી અગ્રણીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text