મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ પર ખાડાના લીધે વધુ એક રીક્ષા પલ્ટી મારી ગઈ

- text


મોરબીના રસ્તા એટલા બેકાર કે રાહદારીઓની જાન જોખમમાં મુકાઈ

મોરબી : મોરબીમાં વરસાદી માહોલ બાદ રોડ-રસ્તાની હાલત એકદમ કફોળી બની છે. અને ઠેર-ઠેર વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પસાર થવું પડે છે. અને રોડ-રસ્તામાં ફુટ-ફુટ અકસ્માત સર્જે તેવા જીવલેણ ખાડાઓ પડી ગયા છે. અને તંત્રના પાપે રોડ-રસ્તાની બિસ્માર હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી વચ્ચેના રોડ પર જી. કે. હોટલ સામે એક ટ્રેક્ટર ખાડામાં ફસાઇ જાવાના કારણે પલટી મારી ગયું હતું. જો કે ખાડામાં ટ્રેક્ટર બાદ સીએનજી રીક્ષા પણ પલ્ટી મારી જવાની ઘટના બની હતી. અને જાણવા મળતી વિગતો અનુસાર કોઈ જાનહાની થઈ નહોતી.

- text