મોરબીમાં જૈન સમાજે મહાવીર સ્વામીની જન્મજયંતીની ઘરેબેઠા સાદાઈપૂર્વક ઉજવી

- text


મહાવીર જયંતિ નિમિત્તે ભાવેશ દોશીનો ઓનલાઇન કાર્યક્રમ રજૂ કરાશે

મોરબી : આજે મહાવીર સ્વામીની જન્મજયંતી છે. હાલમાં કોરોનાની મહામારીના લીધે જૈન સમાજે મહાવીર સ્વામીની જન્મજયંતીને ઘરેબેઠા સાદાઈપૂર્વક ઉજવી છે.

આજે તા. ૧૯/૮/૨૦૨૦ મોરબીમાં સમસ્ત જૈન સમાજે પોતપોતાના ઘરે બપોરે થાળી-ડંકા વગાડી ભગવાન મહાવીર સ્વામીનુ જન્મ વાચન કરી માતા ત્રીશલા નંદનના લાલ માટે સુંદર પારણા બનાવીને મહાવીરનો જન્મ ઉજવ્યો છે. અને ત્રીશલા નંદનને પારણામાં પધરાવી એક મહાવીર જયંતિની અનોખી ઉજવણી કરી છે. જેમાં મોરબીના રહેવાસી સંજયભાઈ સુખડીયાનાં ઘરે ભગવાનના પારણાના દર્શનનો લાભ પરિવારજનોએ લીધો છે.

- text

વધુમાં, પ્રભુ મહાવીર જન્મ વાંચનના શુભદીને આજે તા. ૧૯/૮/૨૦ બુધવાર ના રાત્રીના ૯/૦૦ કલાકથી જૈન સંગીતકાર ભાવેશભાઈ દોશી અને સાથી કલાકારો દ્વારા ઓનલાઇન કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

- text