મોરબીમાં 15મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાશે

- text


કાર્યક્રમમાં કોરોના વોરીયર્સનું સન્માન કરાશે

મોરબી : દેશના 74માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તા. 15મી ઓગસ્ટને શનિવારના રોજ સવારે 9 કલાકે મોરબીના જેઇલ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ યોજવામાં આવનાર છે. જેમાં સવારે 9 કલાકે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ પરેડ નિરીક્ષણ કરાશે. બાદમાં જિલ્લા કલેકટર પ્રસંગોચિત ઉદબોધન આપશે. બાદમાં કોરોના વોરીયર્સનું સન્માન અને વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ પૂર્ણ થશે.

- text