મોરબી : સતત વરસાદના પગેલ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

- text


અરુણોદયનગરમાં વરસાદના પાણી મકાનમાં ઘુસી ગયા : વીસીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી રોડ પર ભરાયા

મોરબી : મોરબીમાં સતત બે દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયાની ફરિયાદ ઉઠી હતી. જેમાં સામાકાંઠે અરુણોદયનગરમાં વરસાદના પાણી મકાનમાં ઘુસી ગયા હતા. તેમજ વીસીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી રોડ પર ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

મોરબીમાં ગઈકાલે વહેલી સવારથી ધીમધારે વરસાદ ચાલુ થયા બાદ આજે સવારે પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. સતત વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જવાની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ બંધ થવાથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે.

- text

જેમાં મોરબીના સામાકાંઠે અરુણોદય નગરમાં જૈન દેરાસર પાસે આવેલ એક.મકાનમાં આજે વરસાદના પાણી ઘરમાં ઘુસી જતા આખું ઘર પાણી પાણી થઈ ગયું હતું. આ અંગે સ્થાનિકોના કહેવા મુજબ આ વિસ્તારમાં રોડની કામગીરી વખતે વરસાદી પાણીનો નિકાલ બંધ કરાતા આ પાણી ઘરમાં ઘુસી ગયા છે. જેથી, સંબધિત તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, મોરબીના વીસીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં વરસાદના પાણીનો નિકાલ બંધ થવાથી વરસાદી પાણી આ વિસ્તારના રોડ ઉપર ભરાયા હતા. તેથી, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે ધીમીધારે પડતા વરસાદમાં પણ તંત્રની પોલ ખુલી ગઈ છે.

- text