વાંકાનેર : ઢુવા ગામના સરપંચના સ્વૈચ્છિક રાજીનામાંને લઈને અનેક તર્ક-વિતર્ક

- text


બેથી વધુ સંતાનો હોવાનું ખુલતાં સરપંચે રાજીનામુ આપ્યું હોવાની સ્થાનીકોમાં ચર્ચા

વાંકાનેર : તાલુકા ઢુવા ગામના સરપંચે સ્વૈચ્છિક રાજીનામું આપતા સ્થાનિકોમાં રાજીનામાંને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. વાંકાનેરના ઢૂંવા ગામના સરપંચે અચાનક સ્વૈછીક રાજીનામુ ધરી દેતા સ્થાનિક ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોમાં રાજીનામાને લઈને અનેક તર્કવિતર્કો ઉઠ્યા છે. સ્થાનિક ચર્ચા મુજબ દબાણ હટાવવાના મુદ્દે અથવા તો બે કરતા વધુ સંતાનોના પ્રાવધાનનો ભંગ થતા સરપંચે રાજીનામું આપ્યું હોય શકે છે.

- text

વાંકાનેર તાલુકાના ઢુવા ગામના સરપંચ નરેન્દ્રભાઈ દિલુભાઈ અસવારેએ ગત તા.27 જાન્યુઆરી 2017ના રોજ સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે પાછલા કેટલાક સમયથી દબાણ હટાવવાના મુદ્દે ઢુવા પંચાયત સામે અસંતોષ જોવા મળતો હતો. દરમિયાન આજે સરપંચે અચાનક રાજીનામું આપી દીધું હતું. સ્થાનીય કક્ષાએથી જાણવા મળતી વિગતો મુજબ ઢુવા ગામના સરપંચને બેથી વધુ સંતાન હોવાની ઉચ્ચકક્ષાએ રજુઆત થઈ હતી. આ અંગેની થયેલી તપાસમાં સરપંચને બેથી વધુ સંતાન હોવાનું ખુલ્યું હતું. જેથી તેમણ રાજીનામું આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે આ બાબતે વાંકાનેર ટીડીઓનો સંપર્ક કરતાં તેઓએ પણ સરપંચે સ્વૈછીક રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સરપંચના રાજીનામાનો મુદ્દો હાલ તો ટોક ઓફ ધ વિલેજ બન્યો છે.

 

- text