શ્રાવણિયા જુગારની મોસમ : ટંકારામાં બે જુદી-જુદી રેઈડમાં 11 પત્તાપ્રેમીઓ ઝડપાયા

- text


ટંકારા : ટંકારામાં શ્રાવણિયા જુગારની મોસમ ખીલી છે. ટંકારા પોલીસ દ્વારા બે રેઈડ પાડવામાં આવી હતી. જેમાં 11 પત્તાપ્રેમીઓ ઝડપાયા છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના દેવીપૂજકવાસના ચોકમાં જાહેરમા જુગાર રમતા મિથુન મનસુખભાઈ, અશોક ભરતભાઈ, કમલેશ બાબુભાઈ, રવિ રુખડભાઈ, અનિલ ભરતભાઈ, મહેશ રૂખડભાઇ અને ઝવેર તુલસીભાઈને પોલીસે રૂ. ૧૦,૯૧૦ની રોકડ કબજે કરીને તમામ જુગારીઓની અટકાયત કરી હતી. તો બીજી રેડમા ટંકારા પોલીસે સંધીવાસમાં જુગાર રમતાં આરીફ સલેમાનભાઈ, નિઝામ ગનીભાઇ મકવાણા, ઇમ્તીયાઝ ઉર્ફે ઇમો અલીભાઇ મકવાણા, રફીક સાજાભાઈ શેરસીયાને રૂ. ૧૦,૨૫૦ની રોકડ સાથે રંગેહાથ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text