મોરબીમાં અલગ અલગ સ્થળેથી બે છકડો રીક્ષાની ચોરી

- text


જાત તપાસ કરવા છતાં રીક્ષાનો પત્તો ન લાગતા, અંતે બન્ને છકડો રીક્ષા ચાલકોએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં અલગ અલગ સ્થળેથી બે છકડો રીક્ષાની ચોરી થયાની ઘટના સામે આવી છે. ઘણા સમય અગાઉ થયેલી આ ચોરીની ઘટનામાં જાત તપાસ કરવા છતાં રીક્ષાનો પત્તો ન લાગતા અંતે બન્ને છકડો રીક્ષા ચાલકોએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પંચાયત સામે આવેલ ભરવાડ શેરીમાં રહેતા અને છકડો રીક્ષા ચલાવતા વિજયભાઇ મૈયાભાઇ રાતડીયા ભરવાડ (ઉ.વ.૨૭) ગત તા.૨૫ જાન્યુઆરીના રોજ મોરબી મંગલભુવન રોડ જલારામ એપાર્ટમેન્ટની પાસે .રૂ. ૪૦,૦૦૦ ની કિંમતની GJ-03-AT-7344 નબરની છકડો રીક્ષા રાખી હતી.આ છકડો રીક્ષા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ફરીયાદી રીક્ષા શોધતા હોય અને મળી આવેલ ન હોય જેથી આ બનાવની મોડી ફરીયાદ નોંધાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

- text

છકડો રીક્ષા ચોરીના બીજા બનાવમાં ટંકારાના નેસડા (ખાનપર) ગામે રહેતા અને રીક્ષા ડ્રાયવિંગનો ધંધો કરતા નવઘણભાઇ ભીખાભાઇ ભાંગરા (ઉ.વ.૨૯) એ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪ જુલાઈના રોજ મોરબી શકત શનાળા પટેલ સમાજવાડી સામે શનાળા પાસે રૂ.૫૦૦૦૦ ની કિંમતની GJ-03-AW-6496 નબરની છકડો રીક્ષા રાખી હતી. આ છકડો રીક્ષા અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ફરિયાદી આ બનાવની જાત તપાસ કરી હતી.પણ આજદિન સુધી છકડો રિક્ષાનો પત્તો ન લાગતા અંતે તેમણે પોતાની છકડો રિક્ષાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. જો કે બે દિવસથી રીક્ષા ચોરીની ફરિયાદો પોલીસ દ્વારા નોંધવામાં આવતી હોવાથી જાણકારોનું માનવું છે કે ટુક સમયમાં રીક્ષા ચોરીનો ભેદ ઉકેલાયાની પોલિસ દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી પણ શકયતા છે.

- text