મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોને 4200 ગ્રેડ પે મળવા બદલ ઉજવણી તેમજ રાજ્યભરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અવસાન પામેલ શિક્ષકોને શ્રદ્ધાંજલી અર્પવા માટે ઉમિયા માનવ મંદિર ખાતે 551 વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાજર રહી શિક્ષકોના કાર્યની સરહના કરી હતી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા આજે એક નવતર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના 65 પાંસઠ હજાર જેટલા શિક્ષકોને સરકારે નવ વર્ષના અંતે મળતા 4200 ગ્રેડ પે ને ઘટાડી 2800 કરી દીધો હતો પણ ગત દિવસોમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ડીઝીટલ આંદોલનના કારણે શિક્ષકોને 4200 ગ્રેડ પરત મળતા મહિને દરેક શિક્ષકને પગારમાં આશરે 10 દશ હજારનો વધારો થવાની ખુશીની ઉજવણીના ભાગરૂપે તેમજ રાજયભરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે ભીમનાથ મહાદેવ પાસે 200 જેટલા નિરાધાર વૃદ્ધોને રહેવા માટેનું ફાઈવસ્ટાર હોટેલ જેવી સુવિધા ધરાવતું માનવ મંદિર આકાર લઈ રહ્યું છે ત્યાં વૃક્ષારોપણ કરી અદકેરી વિશિષ્ટ અને નવતર ઉજવણી કરવામાં આવી હતી.

- text

આ પ્રસંગે મયુર એસ.પારેખ ડીપીઈઓએ હાજર રહી તમામ શિક્ષકો અને મહાસંઘના તમામ હોદેદારોને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા. માનવ મંદિરના પ્રમુખ પોપટભાઈ કગથરાએ સુંદર વ્યવસ્થા પુરી પાડી હતી. એમ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયા યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text