રવિવાર( 7:45 pm) : મોરબી જિલ્લામાં સાંજે વધુ 18 પોઝિટિવ કેસ સાથે આજના કુલ કેસ 20 થયા

- text


 

પીપળી ગામમાં એક સાથે 10 કેસ નોંધાયા : જિલ્લાના કુલ કેસ થયા 243 : 3 દર્દીઓ રિકવર થતા રજા અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રવિવારના દિવસે જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 2 પોઝિટિવ કેસ બાદ વધુ 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પીપળી ગામે એક સાથે 10 કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં કુલ 243 કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે સાંજના સુમારે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ બન્ને કેસ મોરબી શહેરના જ હતા. ત્યારબાદ ત્યારર વધુ 18 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ કેસમાં મોરબીના પીપળી ગામના જ 10 કેસ છે. જેમા 48 વર્ષીય પુરુષ, 65 વર્ષીય પુરુષ, 19 વર્ષીય યુવતી, 18 વર્ષીય યુવતી, 20 વર્ષીય યુવતી, 55 વર્ષીય મહિલા, 38 વર્ષીય મહિલા, 9 વર્ષનો બાળક તેમજ નવા પીપળી ગામના 27 વર્ષીય યુવાન અને 26 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.

- text

જ્યારે મોરબી શહેરમાં શક્તિ પ્લોટમાં રહેતા 22 વર્ષીય યુવતી, કાયાજી પ્લોટ-2મા રહેતા 50 વર્ષીય પુરુષ, 45 વર્ષીય મહિલા અને 46 વર્ષીય મહિલા, વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં રહેતા 47 વર્ષીય પુરુષ, 45 વર્ષીય મહિલા અને 21 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે હળવદમાં ગિરનારીનગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

વધુમાં આજે મોરબી શહેરના ત્રણ પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. જેમાં કુંજ ગલીના 33 વર્ષીય પુરુષ, ભવાની ચોકના 56 વર્ષીય પુરુષ અને ભક્તિનગર સોસાયટીના 56 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં આજે કુલ 20 કેસ નોંધાયા છે. આમ જિલ્લાના કુલ કેસ 243 થયા છે. જેની સામે 142 અત્યાર સુધીમાં સાજા થયા છે. કુલ 17 દર્દીઓના મૃત્યુ થયા છે. અને હાલ 84 કેસ એક્ટિવ છે.

- text