મોરબી : જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની અટકાયત

આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,450 કબ્જે

મોરબી : મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,450 કબ્જે કરી છે.

મોરબી શહેરના વાવડી રોડ પર કપીલા હનુમાન મંદીર સામે ભગવતીપરા સોસાયટીના નાકા પાસે જાહેરમા નોટ નંબરીનો હારજીતનો જુગાર રમી રમતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 3,450 કબ્જે કરી છે. આ બનાવમાં પોલીસે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ઇરફાનભાઇ કાદરભાઇ મોટવાણી તથા રમેશભાઇ દેવાભાઇ રામકા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.