મોરબી જિલ્લાના 300થી વધુ શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયા

- text


મોરબી : ગઈકાલે પ્રાથમિક મુખ્ય શિક્ષક સંઘ (HTAT)ના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ભાવનગર સાથે જોડાયા હતા. આ તકે મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ ગંભીરભાઇ પરમાર, નિલેષભાઈ નાથાણી તથા જતીનભાઇ જાની વગેરે આગેવાનો સાથે જીલ્લાના લગભગ 300થી વધુ મુખ્ય શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયા હતા. અગામી સમયમાં મહાસંઘ મુખ્ય શિક્ષકોના પ્રશ્ર્નોને પણ જીલ્લા કક્ષાએ તથા રાજય કક્ષાએ વાચા આપશે.

- text

 

- text