મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું

- text


મોરબી : ગઈકાલે તા. 2 જૂનના દિને મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ફાઉન્ડર ડે હતો. તેથી, ગઈકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા કોરોના વોરિયર્સ તેવા જાંબાઝ મહિલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કરી સાલ ઓઢાડી સન્માન કરી મીઠું મોં કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબના જોઇન્ટ સેક્રેટરી કામિની સિંગએ આપેલ હતો.

ક્લબ દ્વારા જણાવાયું છે કે લોકડાઉનના કપરા સંજોગોમાં પોતાના પરિવારની ચિંતા છોડી ફરજ પ્રત્યે નિષ્ઠા બતાવી અને મોરબીની પ્રજાને કોરોના વાયરસથી સંક્રમિત થતા રોકવા માટે જે મહિલા પોલીસ કર્મીઓએ સરાહનીય કામગીરી કરી છે તે ખરેખર વંદનીય છે. આ ઉપરાંત, સેલિબ્રેશન માટે રેસ્ટોરન્ટમાં ફાઉન્ડર ડેની કેક કાપી ઢોસાની લહેજત માણી સૌ મેમ્બરો છુટા પડયા હતા.

- text

ઇન્ડિયન લાયોનેસ ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈએ ક્લબના આજના સ્થાપના દિને આ સત્કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા વેસ્ટ સેક્ટર કો-ઓર્ડીનેટર શોભના બા ઝાલા, ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઈસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા, પુનમબેન હિરાણી, કામિનીબેન સિંગ, દેવિકાબેન મહેતા, ચેતનાબેન પંચાલ, પ્રફુલાબેન સોની, પૂર્વીબેન શાહ તેમજ માનસીબેન હિરાણી એ ભાગ લીધો હતો.

- text