મોરબીમાં શુક્રવારે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા : રવાપર રેસિડેન્સી અને મહેન્દ્રપરામાં નોંધાયા કેસ

- text


રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36

મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવાન અને મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રના ખાનગી લેબરોરેટરીમાં કરાવેલ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરનાના કુલ કેસની સંખ્યા 36 થઈ ગઈ છે.

મોરબીમાં શુક્રવારે એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અંગે મળતી વિગતો મુજબ મોરબીની રવાપર રેસિડેન્સીમાં આવેલા રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષના યુવક પરાગભાઈ મોદીનો ખાનગી લેબોરેટરીમાં કરાવેલો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરા-2માં રહેતા જીજ્ઞેશભાઈ નગવાડિયા (ઉ.31) અને તેમના પિતા કાંતિભાઈ નગવાડિયા (ઉ.60) બંને પિતા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને પિતા પુત્રના રિપોર્ટ પણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. હાલ આ ત્રણય દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ બંને સ્થળે આરોગ્ય, પાલિકા સહિતના અધિકારીઓ પોહચી આગળના તકેદારીના પગલાં લેવા કવાયત હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ત્રણ કેસ નોંધાયા છે. એટલે કે ચાર દિવસમાં જ 12 કેસ નવા નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 36 પર પોહચી ગઈ છે. મોરબી જિલ્લામાં ખૂબ જ ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબીવાસીઓએ વધુ જાગૃત અને સતર્ક થવાની ખાસ જરૂર છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text