મોરબીમાં કોવિડ 19, પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ

- text


મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

મોરબી : મોરબી જિલ્લાના પ્રભારી સચિવ તથા રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-19 અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા સંદર્ભે તેમજ પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા માટે એક બેઠકનું આયોજન થયું હતું.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. કતીરાએ મોરબી જિલ્લાની કોવિડ-19ની સ્થિતિ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમામ માહિતી રજૂ કરી હતી. જેમાં હોસ્પિટલની સંખ્યા, કોવિડ-19ના કેસના આંકડા, ટેસ્ટિંગ, વેન્ટિલેટર, કન્ટેન્ટમેન ઝોન, બફર ઝોન, હોમ આયસોલેશન વગેરેની માહિતી આપી હતી.

- text

કોરોનાનું સંક્રમણ પ્રસરે નહિ અને વધુને વધુ લોકો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તેવી સૂચના આ બેઠક દરમ્યાન પ્રભારી સચિવે ઉપસ્થિત અધીકારીઓને આપી હતી. તેમજ ઈનચાર્જ અને અધિક નિવાસી કલેક્ટર કેતન જોષીએ પ્રીમોન્સૂનની કામગીરીની માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધીકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા સહિતના વિવિધ વિભાગના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text