શનાળા નજીક રોડની સાઈડમાં ખોદેલા ખાડામાં કાર ખાબકી

- text


મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામ નજીક રોડની સાઈડમાં ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી. આ દુર્ઘટનાના પગલે સામાજિક કાર્યકરએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.

ગઈકાલે તા. 30 જૂનના રોજ મોરબી તાલુકાના શાનાળા ગામ પાસે રોડ પરથી પસાર થઇ રહેલી કારે યુ-ટર્ન લેતા કાર ખુલ્લા ખાડામાં ખાબકી હતી. આ ઘટનામાં સદભાગ્યે જાનહાનિ ટળી હતી. જો કે શનાળા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર નજીક મેઈન રોડની બાજુમાં પાણી નિકાલ માટે ઘણા ટાઈમથી થયા ખાડા ખોદી રાખવામાં આવેલ છે. જે પાઇપલાઈનની કામગીરી હાલમાં બંધ છે. તેના લીધે દુર્ઘટના થઇ હોવાનું જણાવ્યું છે.

- text

આ બનાવ અંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા રોષની લાગણી વ્યક્ત કરતા જણાવાયું હતું કે આ રોડ પર નવો ઓવર બ્રિજ બને છે. જેના લીધે વનવે હોવાથી નાના-મોટા અકસ્માતો વારંવાર બનતા રહે છે. ભક્તિનગર સર્કલથી શનાળા ગામ પાસે લોકોને જવું હોય તો ગોકુલનગર, લાયસનગર, શનાળા પ્લોટ વિસ્તાર અને વાડી વિસ્તારના લોકોએ ઘણું ફરીને રસ્તો ઓળંગવા જવું પડે છે. આ સમસ્યાથી રાહદારીઓ તથા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. તેમજ જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે.

- text