મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં લારી-ગલ્લાઓ માટે હોકર્સઝોન જાહેર કરાશે

- text


અનલોક 2.0ના જાહેરનામા બાદ લારી-ગલ્લાઓવાળા માટે હોકર્સઝોન નક્કી કરવા કવાયત હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં હાલમાં નાસ્તાની લારી ગલ્લા સહિતના તમામ રેકડી અને કેબિન ધારકોના ધંધા રોજગાર બંધ છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકો બેરોજગાર બની ગયા છે. જેથી લાંબા સમયથી લારી ગલ્લા અને રેકડીધારકો દ્વારા તેમના ધંધા રોજગાર ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.

ત્યારે 1 જુલાઈથી લાગુ થયેલા અનલોક 2.0માં મોરબી જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા મુજબ પાલિકામાં રજીસ્ટર્ડ થયેલા લારી-ગલ્લાઓવાળા ધંધાર્થીઓ સમય મર્યાદાનું પાલન કરી પોતાનો ધંધો કરી શકશે. જો કે આ માટે નાસ્તા સહિતના લારી ગલ્લાઓ માટે તંત્ર દ્વારા હોકર્સ ઝોન નક્કી કરવામાં આવશે. અને નક્કી કરાયેલા સ્થળે જ લારી ગલ્લા વાળા નિયમોના પાલન સાથે ધંધો કરી શકશે. તેવી વિગતો જાણવા મળી છે. જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

- text

પરંતુ મળતી માહિતી મુજબ પોલીસ તંત્ર, કલેકટર તંત્ર અને મોરબી નગરપાલિકા દ્વારા નાસ્તાની લારી, ગલ્લા સહિતના ફેરિયાઓ માટે ચોક્કસ જગ્યાઓ પર હોકર્સઝોન બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ ચોક્કસ જગ્યાઓ પર ફેરિયાઓ અનલોક 2.0ની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરીને પોતાનો ધંધો-રોજગાર ચલાવી શકશે. જાહેર કરેલા હોકર્સઝોન સિવાય રેંકડીવાળા ફેરિયાઓ અન્યત્ર ઉભા નહીં રહી શકે. હાલ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં હોકર્સ ઝોન નક્કી કરવાની કવાયત હાથ ધરાઈ છે. અને એકાદ દિવસ બાદ આવા હોકર્સઝોનનું લિસ્ટ જાહેર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

- text